Amazing thoughts... Amazing way to express them... Amazing translation as well...
પ્રભાત પ્રગટે પ્રભુ એવું
ભય ભૂતાવળ ભાગે શિર ઉઠે સૌના શાનમાં
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં
જ્ઞાન ગંગા મુક્ત વહે
એ ધારા અવરોધાય ના
જ્ઞાન તૃષા સૌની બૂઝે
તરસ્યું કો રહી જાય ના
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં
જગ અખિલાઈ કેરા
ટૂકડે ટૂકડા થાય ના
ઘર દિવાલો સાંકડીમાં
વિશ્વ વહેંચાઈ જાય ના
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં
સત્ય તળથી શબ્દ સંચરે
વાણી છીછરી થાય ના
પરિપૂર્ણતા પ્રાપ્તિ પ્રયાસ
અમથી ઓછા થાય ના
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં
સદ વિવેકનું નિર્મળ ઝરણ
મૃત આદત રણે સમેટાય ના
સદા વિસ્તરે અમ ચિંતન સીમા
ને એના અમલથી પાછું હટાય ના
સ્વર્ગ ખરી મુક્તિ તણું ખિલે ભારત ભાગ્યમાં
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં
-રવીન્દ્રનાથ ટાગોર (ભાવાનુવાદ : માવજીભાઈ)
મૂળ અંગ્રેજી કાવ્ય (Original English Poem)
Where The Mind is Without Fear
WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
Rabindranath Tagore
Source: http://www.mavjibhai.com/kavita%20files/prabhat.htm
Tuesday, March 23, 2010
Subscribe to:
Posts (Atom)